slider img

Welcome to
Digambar Jain Kutumb Suraksha Yojna

આપની સાથે બે દાયકા....

Read more
slider img

Join us in our journey

એક ઉમદા વિચાર અને સુંદર મૂર્તિનુ સ્વરુપ એટલે શ્રી દિગમ્બર જૈન કુટુમ્બ સુરક્ષા...

Read more

Who we are

Our organisation is established with a clear intention of helping each other with a significant contribution on the right basis without obligation.

img
  • Our Mission

    Death: On death of a member we each member contribute to bereaved family members a significant amount
    Illness: We extend our help to our member in certain serious and costly illnesses significantly
    Education: We have started scholarship scheme for education and interest free loan to out member’s kids.
    We are also helping economically constrained families without obligations

  • Our Values

    Helping each other without Obligation

  • Our Vision

    સબકા સાથ સબકા વિકાસ.​
    ટીપે ટીપે સરોવર ભરાય​.

0
Committees
0
Active Volunteers
0
Members
0
Medical Claims
0
Donors
0
Number of Deaths

Words From Our Trustees

  • સમાજના સ્નેહી જ્ઞાતિજનો,
    આપની સાથે બે દાયકા
    બરાબર ૨૦ વર્ષ પહેલા અમોએ આપની સાથે એક શુભ કાર્યની યત્રાનો આરંભ કર્યો હતો. શ્રી બેતાલીસ દિગંબર જૈન સમાજના સભ્યોની કુટુંબની આર્થિક સુરક્ષા માટેના નવીન વિચારો, તટસ્થ તથા નિષ્પક્ષ સંચાલન સાથે આપનો હાથ ઝાલીને દિગંબર જૈન કુટુંબ સુરક્ષા સંસ્થાના વિકાસના અર્થે ચાલી નીક્ળ્યા હતા અને એથી પણ આગળ વધીને કહીએ તો આપના ધ્વારાજ બનાવેલ આ સંસ્થાનુ નિર્માણ થયુ. સમાજના સભ્યના કુટુંબની આર્થિક સુરક્ષાના રચાનાત્મક વિચારણાએ અને આપના અવિસ્મરણીય અમને સૌને પ્રતીદિન પ્રેરણા આપી, આગળ વધ​વાનો રસ્તો બતાવ્યો. આપ સૌના સુચ​વેલા માર્ગ પર ચાલીને આપણી સંસ્થાએ પ્રગતિ કરી.
    આજે જ્યારે આ સંસ્થા ૨૦ વર્ષ પુરા કરી રહી છે ત્યારે સફળતાના આ પહેલા પડાવ પર આપણી સંસ્થાની સભ્ય સંખ્યા ૪૨૪૦ થયેલ છે. અમો તેમજ અમારા કાર્યકર્તાઓ અમારી જ​વાબદારી પ્રત્યે સભાન રહેવાના શપથ સાથે આપને એજ ભરોસો બંધાવ​વા માંગીયે છીએ કે યત્રા ભલે ગમે તેટલી નથી થાકવાના કે નથી અટક​વાના. આપના સ્નેહ અને સહ્યોગથી આ કાંર​વાં નિરંતર આગળ ધપતો રહેશે. ઇશ્વરને અમારી એજ પ્રાર્થના છે કે આપની સાથેની અમારી આ સફર જારી રહે અને ઇતિહાસના પ્રુષ્ઠો પર એક સમ્રુધ્ધ પરંપરા અંકિત થતી રહે.
    સમગ્ર સમાજના ભાઇ-બહેનો-યુવાનોને અમારી નમ્ર વિનંતી છે કે આ સંસ્થાના સભ્ય બની સંસ્થાની પ્રગતિમાં સહકાર આપશો. સંસ્થાને અનુલક્ષીને આપના સુચનો, મુંઝ​વણો અને સુંદર વિચારો હોય તો લેખિત જાણ કરશો.
    સંસ્થાની સેવાઓ:
    ૧) મૃત્યુ પામનાર સંસ્થાના સભ્ય્ના નોમીનીને હક્કના ધોરણે સંસ્થાના નિયમ મુજબ આર્થિક સહાય આપ​વી.
    ૨) સંસ્થાના સભ્યને હક્કના ધોરણે સંસ્થાએ નિયત કરેલા રોગો સામે, સંસ્થાના નિયમ મુજબ મેડીકલ સહાય આપવી.
    ૩) સંસ્થાના વિધ્યાર્થી સભ્યને અભ્યાસ અંગે સ્કોલરશીપ આપવી.

    ડૉ. જયપ્રકાશ શાહ (મે. ટ્રસ્ટી) તથા મનુભાઇ ગાંધી (પ્રમુખ​)
  • એક ઉમદા વિચાર અને સુંદર મૂર્તિનુ સ્વરુપ એટલે શ્રી દિગમ્બર જૈન કુટુમ્બ સુરક્ષા યોજનાનો જન્મ સન ૧૯૯૭મા સમાજના કેટલાક હિતચિંતક મહાનુભાવો સામે જ્યારે આ સંસ્થા વિષે વિચાર મુક્યો ત્યારે શરુઆતમા મિશ્ર પ્રતિભાવ મળ્યો, પરંતુ દ્રડ નિષ્ય સાથે સ્થાપક મેનેજીંગ કમિટિના ઉત્સહી સભ્યોએ સંસ્થાની શરુઆત કરી અને શરુ મ ઘરે ઘરે ફરીને તેના સભ્યો બનાવ્યા. અમારો આ પ્રય્ત્ન ખૂબ જ પ્રોત્સાહક રહ્યો અને પછી તો એક નાના બીજમાથી આ સંસ્થા એક વટ્વ્રુક્ષ બની ગઇ. સન ૧૯૯૭મા સમાજનો મોટો વર્ગ આર્થિક રીતે નબળો અને મધ્યમ હતો, તે પરિસ્થિતિમા કુટુંબના એક માત્ર કમાતા સભ્યના અચાનક મૃત્યુની પરિસ્થિતિમા આખુ કુટુંબ બેહાલ જોવા મળતુ. સંસ્થાના સભ્યના કુટુંબને આ પરિસ્થિતિમા "સભ્યના મૃત્યુ પછી મળતી આર્થિક સહાય" તેમને માનભેર પગભર થ​વા, ડામાડોળ થતી સ્થિતિ માથી સ્વમાનપૂર્વક સારી સ્થિતિમા લાવી દેવામા સફળ રહી. આ સફળ પ્રયોગ પછી આકસ્મિક ખર્ચાળ માંદગીના ખર્ચમા રાહત મળે તેવી યોજનાના વિચારને વેગ મળ્યો અને ગંભીર ચર્ચા-વિચારણા પછી "મેડીકલ સહાય યોજના"ની શરુઆત કરી. જ્યાં સંસ્થાના સભ્યને નિયમ મુજબની ખર્ચાળ માંદગી વખતે સારી એવી રકમની સહાય મળતી થઇ. સમય જતા વધતા શૈક્ષણિક ખર્ચ માટે કોઇક વ્યવસ્થા હોવી જોઇએ એવો વિચાર મુકાયો અને તેના ફળ સ્વરુપે "ચંપાબેન પોપટલાલ ચુનીલાલ શૈક્ષણિક સહાય" અને "ચંપાબેન વાડીલાલ ગાંધી સ્કોલરશીપ" યોજનાનો જન્મ થયો. સંસ્થાના પદધરકો અને મેનેજીંગ કમિટિના સતર્ક સભ્યોના પારદર્ષક વહીવટ અને સેવાભ​વી કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાઓના કરણે આ સંસ્થા આજે સમાજમા માનભર્યુ સ્થાન ધરાવે છે. સરળ વહીવટ માટે, જ્યારે સભ્યનો ફાળો ઓટોડેબીટ પધ્ધતિથી સંસ્થાના ખાતામાં જમા કરાવ​વાનો વિચાર કર્યો ત્યારે સૌએ તેને એક અવાજે બિરદાવીને સંપૂર્ણ સહકાર આપ્યો, જે સંસ્થાના વહીવટમા તમામ સભ્યોનો અતૂટ વિશ્વાસ બતાવે છે. સંસ્થાના તમામ સભ્યો, આજના અને ભૂતકાળના તમામ વહીવટ્કર્તાઓનો હુ આભારી છુ. અને આપ સૌના વિશ્વાસને કયામ રાખ​વા અમે સૌ પ્રય્તનશીલ રહીશુ.

    ડૉ. જયપ્રકાશ શાહ
    Managing Trustee