Medical Assistance

Medical Benefit Scheme - Digamber Jain Kutumb Suraksha Yojna



આર્થિક મેડીકલ સહાય યોજનાના નિયમો
૧) આ સહાય દિગમ્બર જૈન કુટુમ્બ સુરક્ષા સભ્યો પૂરતી મર્યાદીત રહેશે. તેમજ તેમા જોડાવ​વું ફરજીયાત રહેશે. ન​વા સભ્ય બન્નાર સભ્યોને, સભ્ય બન્યાની તારીખથી ૩ વર્ષ પછી જ આ યોજનાનો લાભ મળી શકશેમ પરતું તે દરમ્યાન થયેલા મેડીક્લૅમ અંગેનો ફાળો રુ. ૨૦ ક્લૅઈમ દીઠ આપ​વાનો રહેશે.
૨) નીચેના રોગો માટે મેડીકલ સહાય મળી શકશે.
- મેજર ઓપન હાર્ટ સર્જરી, બાયપાસ સર્જરી, એંજીયોપ્લસ્ટી તથા હ્રદયના વાલ્વની સર્જરી
- બ્રેઈન સર્જરી, ન્યુરો સર્જરી
- અવય​વોનુ પ્રત્યારોપન જેમ કે કીડની ટ્રાન્સપ્લાન્ટ​, જોઇન્ટ રીપ્લેસમેન્ટ​
- કેન્સર​
- I.C.U. Admitted Patient, who is on life support equipment i.e ventilator.
૩) જે તે રોગ માટે એક વાર સહાય લીધા પછી તે જ રોગ માટે ૫ વર્ષ સુધી બીજીવાર મેડીકલ સહાય મળશે નહી. એક જ સભ્યને તેના જીવનમા વધુમા વધુ ૩ જ વાર મેડીકલ સહાય મળી શકશે.
૪) મેડીકલ સહાય અંગેની અરજી સંસ્થાના નિયત કરેલા ફોર્મમા હોસ્પિટલથી રજા આપ્યાના ૩૦ દિવસની અંદર કર​વાની રહેશે. અરજી સાથે બીલોની કૉપી તથા હોસ્પિટલના રીપોર્ટની કૉપી ઉપર સંસ્થાના લોકલ કાર્યકર્તાની સહી કરાવી બીડ​વાની રહેશે. જો જરુર જણાય તો સંસ્થા ઓરિજીનલ બીલ તથા હોસ્પિટલના રીપોર્ટ ચેક કરાવ​વા માટે રજૂ કર​વાના રહેશે. જે કમિટિ ચેક કરી સભ્યને પરત કરશે.
૫) મેડીકલ સહાય અંગેનો નિર્ણય નક્કી કરેલી કમિટિ કરશે, જે સર્વેને બંધનકર્તા રહેશે.
૬) મેડીકલ સહાય સંસ્થા તરફથી આપ​વામા આવતી સહાયના વધારાના લાભ તરીકે ગણાશે. જો કોઈ પણ કારણ અનુસાર આ સંસ્થાના મૂળ હેતુને આંચ આવે તેવુ જણાશે તો આ વધારાના લાભ આપ​વાનું જનરલ સભાની મજૂરીથી બંધ કરી શકાશે.
૭) આ શુભ કાર્યનુ સંચાલન કરતા જ્યાં જ્યાં ક્ષતિ જણાશે અને સારા સૂચનો હશે તેના ઉપર વિચાર કરી નક્કી કરેલી કમિટિ, કરોબારી તથા જનરલ સભની મંજૂરીથી ફેરફાર કરી શકાશે. જે સર્વેને બંધનકર્તા રહેશે.
૮) મેડીકલ સહાય યોજનાના અનુસંઅધાનમાં મેડીક્લૅમ મૂકનાર સભ્યને પ્રત્યેક મેડીક્લૅમ દીઠ રુ ૨૦ સંસ્થાને આપ​વાના રહેશે. જે મરણ દીઠ રુ ૧૦૦ ઉઘરાવ​વામા આવે છે તે જ રીતે મેડીકલ સહાયનો ફાળો ઉઘરાવ​વામા આવશે. મેડીકલ સહાયનો ફાળો ઉઘરાવ​વાની રકમ કારોબારી નક્કી કરશે.
૯) જો કોઇ સભ્ય મેડીકલ સહાયના યોજના પેટેનૉ ફાળો નિયત સમયમાં ના ભરે તો દંડ સાથે ભર​વાનો રહેશે. રજિસ્ટર એ. ડી. થી જાણ કર્યાના ૩૦ દિવસની અંદર ન ભરનાર સભ્યનું દિગમ્બર જૈન કુટુમ્બ સુરક્ષા યોજનાનું સભ્યપદ રદ કર​વામાં આવશે.
૧૦) જો કોઇ સભ્ય ઉપરોક્ત રોગોની સાર​વાર દરમ્યાન મૃત્યુ પામે અને સાર​વાર દરમ્યાન ખર્ચ રુ ૫૦,૦૦૦થી વધુ હશે તો તેના નોમીનીને નિયમ અનુસાર મેડીકલ સહાય મળશે. તેમજ મૃત્યુ સામે મળતી સહાય પણ મળશે.
૧૨) જનરલ સભામાં નક્કી કરેલી મેડીકલ કમિટિના સભ્યો.
- ડૉ. કમલેશભાઈ એસ​. શાહ​
- ડૉ. રાકેશ બી. શાહ​
- મનુભાઇ આર​. ગાંધી
- શૈલેષભાઇ એ. શાહ​
- વિનોદભાઇ પી. શાહ​

- ડૉ. જયપ્રકાશ શાહ (મે. ટ્રસ્ટી)